ખેલ-જગત
News of Friday, 14th May 2021

લંકા પ્રીમિયર લીગની બીજી સીઝન 30 જુલાઈથી શરૂ થશે

નવી દિલ્હી: લંકા પ્રીમિયર લીગ (એલપીએલ) ની બીજી સીઝન 30 જુલાઇથી 22 ઓગસ્ટ સુધી રમાશે. શ્રીલંકા ક્રિકેટે અંગે માહિતી આપી હતી. શ્રીલંકા ક્રિકેટની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અર્જુન ડી સિલ્વાએ કહ્યું કે, "ટૂર્નામેન્ટ યોજવા માટે અમને ઉપલબ્ધ વિંડો મળી છે. જોકે, અમે ટૂર્નામેન્ટની અન્ય વિગતોને અંતિમ સ્વરૂપ આપવાનું કામ કરી રહ્યા છીએ." એલપીએલની પ્રથમ સીઝન હેમ્બન્ટોટામાં થઈ હતી, જેમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો. શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે તે દેશની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને આરોગ્ય મંત્રાલય સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યું છે. શ્રીલંકામાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.

(6:19 pm IST)