ખેલ-જગત
News of Tuesday, 14th May 2019

ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટર એલેક્સ હેપબર્નને ઇંગ્લેન્ડમાં રેપનાં આરોપમાં 5 વર્ષની સજા

નવી દિલ્હી: એક ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટરને ઇંગ્લેન્ડની અદાલતે એક મહિલાની સાથે બળાત્કાર કરવાના મામલે 5 વર્ષની સજા સંભળાવી છે. ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ કાઉન્ટીમાં વૂસ્ટરશાયર તરફથી રમનારા ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટર એલેક્સ હેપબર્નને ઇંગ્લેન્ડમાં રેપનાં આરોપમાં 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 23 વર્ષનાં આ ખેલાડી પર 1 એપ્રિલ 2017નાં યૂકેમાં એક મહિલા સાથે રેપનો આરોપ લાગ્યો હતો. ગત મહિને કૉર્ટમાં ચાલી રહેલા ટ્રાયલમાં આ સાબિત થયું હતુ કે હેપબર્ને પોતાના સાથી ખેલાડીનાં રૂમમાં ઊંઘી રહેલી મહિલા સાથે જબરદસ્તીથી શારિરીક સંબંધ બાંધ્યા હતા.હેયરફૉર્ડ ક્રાઉન કૉર્ટ મંગળવારનાં સુનાવણી દરમિયાન એ ચુકાદા પર પહોંચ્યું કે હેબર્ન વ્હોટ્સએપ ગ્રુપમાં એક ‘સેક્સુઅલ ગેમ’થી પ્રભાવિત હતો. આ ગેમમાં ગ્રુપનાં સભ્યોને વધારેમાં વધારે સંબંધ બનાવીને તેની જાણકારી ગ્રુપમાં અડટે કરવાની રહેતી. પીડિતાએ કૉર્ટને જણાવ્યું કે, “રૂમમાં અંધારું હતુ જેના કારણે તેને એ ખબર ના રહી કે તે હેપબર્ન સાથે છે.” પીડિતાનાં જણાવ્યા પ્રમાણે તેને લાગ્યું હતુ કે તે જો ક્લાર્ક સાથે છે જેને તે એક નાઇટ ક્લબમાં મળી હતી. હેપબર્નની વાળને સ્પર્શવાની રીત અને ઑસ્ટ્રેલિયાઈ એક્સેંટમાં વાત કરવાથી ખબર પડી કે તે ક્લાર્ક નથી, પરંતુ હેપબર્ન છે. અદાલતમાં બચાવપક્ષનાં વકીલે દલીલ કરી કે આ પૂર્વ ઑલરાઉન્ડર ખેલાડીએ એપ્રિલ 2017માં વધારેમાં વધારે મહિલાઓ સાથે સેક્સ કરવાની ગેમનાં કારણે આ ભૂલ કરી. પોતાના દોસ્તોની સાથે એક વ્હોટ્સએપ ગ્રુપમાં વધારે સ્કોર કરવાના ચક્કરમાં તેણે આ ભૂલ કરી. હયરફૉર્ડ ક્રાઉન કૉર્ટનાં જજ જિમ ટિંડલે આના પર ટિપ્પણી કરતા કહ્યું કે, “અપરિપક્વ ક્રિકેટર અને તેના સાથીઓએ માન્યું કે તેમણે સેક્સિસ્ટ રમતને અંજામ આપ્યો. તેમને લાગ્યું કે આ ખેલ તેમની હીરોપંતીને દર્શાવશે, પરંતુ તેમના આ વ્યવહારે તેમને જાતિય સતામણીનાં દોષી બનાવી દીધા. અત્યાર સુધી તમે આ વર્તનને હળવાશમાં લીધું, હવે તમને ખબર પડશે કે આ કેટલો ગંભીર અપરાધ હતો.”

(5:24 pm IST)