ખેલ-જગત
News of Wednesday, 14th April 2021

ભારતની ટોચની મહિલા ટેનીસ ખેલાડી તરીકે અંકીતા બરકરાર

નવી દિલ્હીઃ ભારતની મહિલા ટેનીસ ખેલાડી અંકીતા રૈના ડબલ્યુટીએ સીંગલ અને ડબલ વર્ગની તાજેતરની જાહેર થયેલ રેકીંગમાં ભારતની ટોચની ખેલાડી તરીકે બરકરાર રહી છે. નવા રેકીંગ મુજબ અંકીતા એકલમાં ૧૭૪માં સ્થાને છે. જયારે ડબલમાં ૯૬માં નંબરે છે.

ભારતીય ટેનીસ સંઘે ટવીટ કરી જણાવેલ કે અંકીતા સીંગલ અને ડબલ રેકીંગની ખેલાડી કાયમ રહી છેે. ઉપરાંત કરમન કૌર થાંડી ૧૬ સ્થાનના સુધાર સાથે ૬૨૧માં નંબરે છે. જયારે રીયા ભાટીયા સીંગલ રેંકીંગમાં ૩૫૨માં નંબરે અને રૂતુની ૫૧૯માં નંબરે છે.

(3:06 pm IST)