ખેલ-જગત
News of Saturday, 14th April 2018

યુટ્યુબને ગુરુ બનાવીને આ ખેલાડીએ કોમનશેઠ ગેમ્સમાં જીત્યું ગોલ્ડ

નવી દિલ્હી: 21માં કોમનવેલ્થ ગેમ્સના 10માં દિવસે ભારતના નીરજ ચોપડાએ જેવલીન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ભારતીય બનેલ નીરજ ચોપડાએ ફાઇનલમાં 86.47 મીટર પર ગોલ્ડ મેડલ મેળવ્યું છે બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના હેમિશ પિકોકે સિલ્વર મેડલ મેળવ્યું છે. નીરજ હરિયાણાના સોનીપત જિલ્લાના કાદરા ગામનો છે તેના પિતા એક ખેડૂત છે નીરજે ક્યારે પણ કોચ દ્વારા રમતની ટ્રેનિંગ નથી લીધી તેના માટે તો યુટ્યુબ કોચ હતું. યુટ્યુબ પર વિડિઓ જોઈ જોઈને સંપૂર્ણ રમતની માહિત મેળવી હતી. 20 વર્ષની ઉંમરમાં તેને ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે.

(6:37 pm IST)