ખેલ-જગત
News of Wednesday, 14th March 2018

ટીમની પસંદગી વખતે ભારે રસાકસી થઈ હતી, અંતે કઠોર નિર્ણય લેવો પડ્યોઃ હોકી કોચ

મનપ્રીતસિંહ કેપ્ટન અને ચિંગ્લેનસેના વાઈસ કેપ્ટન

બેંગ્લુરૂ : પીઢ ખેલાડી સરદારસિંહ અને રમનદીપસિંહને કોમનવેલ્થ રમતોત્સવ-૨૦૧૮ માટે જાહેર કરાયેલ ભારતની પુરૂષોની હોકી ટીમમાંથી પડતા મુકાયા હતા અને મુખ્ય કોચ સોઅર્ડ મેરીજનેએ કહ્યુ હતું કે ભૂતપૂર્વ કેપ્ટન સરદારની ટીમના સભ્યો વચ્ચે ભારે રસાકસીના કારણે પસંદગી થઈ શકી ન હતી અને રમનદીપને તાજેતરના ભૂતકાળમાં સતત સારો દેખાવ ન કરવા માટે બાકાત રખાયો હતો. પણ આ બંને ઘણા સારા ખેલાડી છે. એમ મેરીજનેએ ટીમની જાહેરાત થયા પછી અહીં કહ્યુ હતું. મનપ્રીતસિંહ ટીમનું સુકાન સંભાળશે અને ચીંગ્લેનસેના સિંહની વાઈસ કેપ્ટન તરીકે પસંદગી થઈ છે. ભારત હોકી સ્પર્ધામાં તેની પહેલી મેચ પાકિસ્તાન સામે ૭મી એપ્રિલે રમાનાર છે.

(4:49 pm IST)