ખેલ-જગત
News of Friday, 14th February 2020

મહિલા ક્રિકેટ શેફાલી વર્મા બની સ્ટાર સ્પોર્ટસ કેમ્પેનનો ચહેરો

ભારતના સૌથી મોટા સ્પોર્ટસ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસએ એક નવું અભિયાન હેશટેગટેકઓન વર્લ્ડ પ્રસ્તૃત કર્યુ છે જેમા ર૧ ફેબ્રુઆરીના શરુ થનાર આઇસીસી મહિલા ટી-ર૦ વિશ્વકપ પહેલા ભારતીય ટીમની ૧૬ વર્ષની ઓપનર શૈફાલી વર્મા જોવા મળી . હેશ ટેગ ટેક ઓન વર્લ્ડમા શેફાલીના બચપણની  ઝલક જોવા મળે છે. જે ક્રિકેટ રમવાની તેની રુચિ અને પોતાના લક્ષ્ય પર  કેન્દ્રીત રહેવાની તેની લગન પ્રદર્શીત કરે છે.

શેફાલીએ  નકકી કરી લીધું હતુ કે એણે ભારત માટે રમવું છે અને કઠોર પ્રશિક્ષણ મેળવવા તથા પોતાની સામે આવનાર દરેક અવસરનો પુરો લાભ મેળવવા માટે હરસંભવ પ્રયાસ કયાૃ. ફિલ્મમા તેના જીવનની  આવી એક ક્ષણ બતાવવામા આવી રહી છે. જયારે એણે પોતાના બિમાર ભાઇના સ્થાન પર થોડા છોકરાઓ સાથે પોતાની સ્થાનીય ટીમ માટે રમવાનો મોકો મળ્યો.

પોતાન દ્રઢ નિશ્ચય અને વિશ્વાસ સાથે શેફાલીએ પડકારનો સ્વીકાર કર્યો અને  પોતાની સ્થાનીય કલબમા છોકરાઓ સાથે પ્રશિક્ષણ મેળવ્યુંહરિયાણાની ૧૦ વર્ષની છોકરી માટે કોઇ નાની વાત હતી. શેફાલીની સફર આસાન હતી. એમણે દરેક મુશ્કેલીનો સામનો કરી સફળતા પ્રાપ્ત કરી.

(10:50 pm IST)