ખેલ-જગત
News of Friday, 14th February 2020

રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં ફરી એકવાર જોવા મળશે આ મહાન ક્રિકેટરોના બેટની કમાલ

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સચિન તેંડુલકર અને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારા ફરી એકવાર 22 યાર્ડની પીચ પર રૂબરૂ થશે. 7 માર્ચે સચિનની ઈન્ડિયા લિજેન્ડ્સનો સામનો અનકાડેમી રોડ સેફટી વર્લ્ડ સિરીઝની પહેલી મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે લારાના વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજો સાથે થશે. પૂર્વ ખેલાડીઓની આ શ્રેણીમાં કુલ 11 મેચ રમાશે. જેમાંથી બે મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે, ચાર પુનાના એમસીએ સ્ટેડિયમ ખાતે, ચાર મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમ અને ફાઇનલ બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાશે.યુનાકેડેમી રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં પાંચ દેશો વચ્ચે ટી 20 મેચ રમાશે. ભારત,ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડીઓ તેમાં જોડાઈ રહ્યા છે. ભારતરત્ન સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, બ્રાયન લારા, શિવનારાયણ ચંદ્રપૌલ, બ્રેટ લી, બ્રાડ હોજ, જોન્ટી રોડ્સ, હાશિમ અમલા, મુથૈયા મુરલીધરન, તિલકરત્ને દિલશાન, અજંતા મેન્ડિસ અને ઘણા દિગ્ગજ લોકો આ શ્રેણીમાં ભાગ લઈ રહ્યા છે. .ભારતની મેચ પુણેમાં થશે. 14 માર્ચે સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ અને 20 માર્ચે ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સની મેચ હશે. ભારત લેજન્ડ્સની વાનખેડે અને ડીવાય પાટિલ સ્ટેડિયમ પર એક-એક મેચ હશે.આ શ્રેણીનો હેતુ લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

(4:30 pm IST)