ખેલ-જગત
News of Friday, 14th February 2020

ઓલિમ્પિક કવોલિફાયર્સની યાદીમાં અમિત પંઘલ નંબર વન

નવીદિલ્હીઃ ઓલિમ્પિક કવોલિફાયર્સની યાદીમાં અમિત પંઘલનો પહેલો નંબર આવ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં યોજાયેલી બાવન કિલોગ્રામની કેટેગરીમાં અમિત પંઘલ સિલ્વર મેડલ જીત્યો હતો અને ત્યારબાદ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)એ અમિતને ફર્સ્ટ રેન્ક આપ્યો છે.

આઈઓસીએ જાહેર કરેલી બોકસરની યાદીમાં અમિત ૪૨૦ પોઈન્ટ્સ સાથે નંબર- વન છે. કોઈ ઈન્ડિયન પ્લેયર આ યાદીમાં ટોપ નંબરે આવ્યો હોવાનો કિસ્સો ૧૦ વર્ષ પછી બન્યો છે.

આ પહેલાં ૨૦૦૯માં વિજયેન્દ્રસિંહ ૭૫ કિલોગ્રામની કેટેગરીમાં નંબર-વન રહી ચૂકયો હતો. થોડા સમય અગાઉ પંઘલે આશા વ્યકત કરી હતી કે ટોકયો ઓલિમ્પિક ગેમ્સમાં ઈન્ડિયાએ ઓછામાં ઓછા બે ગોલ્ડ મેડલ મેળવવા જોઈએ.

(3:13 pm IST)