ખેલ-જગત
News of Friday, 14th February 2020

કાર્નિવલમાં કાગળથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આદમકદ પ્રતિમા તૈયાર કરાઇ

ઇટલીના વિયારિજિયોમાં એક કાર્નિવલ દરમ્યાન પેપરની મદદથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની એક આદમકદ પ્રતિમા બનાવવામાં આવી હતી. આ પ્રતિમાની પરેડ કાઢવામાં આવી હતી. આ પરેડમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટેચ્યુની ઊંચાઈ ચાર માળના બિલ્ડિંગ જેટલી હતી. આ કાર્નિવલમાં વિશ્વના લોકપ્રિય અને પ્રસિદ્ઘ આઇડિયલને દર્શાવવામાં આવે છે. રોનાલ્ડોની પ્રતિમાને સિલ્વર કલરમાં રોબો જેવો લુક આપવામાં આવ્યો હતો.

(3:12 pm IST)