ખેલ-જગત
News of Wednesday, 14th February 2018

ઓલ ઇન્ડિયા પોસ્ટલ બાસ્કેટબોલ સ્પર્ધામાં ગુજરાતને મળ્યું સિલ્વર

નવી દિલ્હી: હરિયાણાના કુરુક્ષેત્રમાં રમાયેલી ઓલ ઈન્ડિયા પોસ્ટલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની મેન્સ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં ગુજરાતે શાનદાર દેખાવ કર્યો હતો, પણ યજમાન હરિયાણા સામે ભારે રોમાંચક મુકાબલા બાદ ૮૮-૯૧થી હારનો સામનો કરવો પડયો હતો.ગુજરાતની ટીમમાં હરિશ્ચંદ્ર ગોહિલ, નચિકેત નાયક, સ્નેહલ બૈડે, શફિક શેખ, પુજન પટેલ, સ્વપ્નિલ ઠાકોર, મયંક શાહ, જૈમીન શાહ, રઘુ વાળા, શક્તિસિંહ ગોહિલ, ધાર્મિક ત્રિવેદી અને ધર્મેન્દ્ર ઝાલાનો સમાવેશ થતો હતો. ટીમના કોચ યોગેશ પંડયા અને મેનેજર અજય ગર્ગ હતા. પુજન પટેલ ટુર્નામેન્ટનો પ્રોમિસીંગ પ્લેયર જાહેર થયો હતો.

 

 

(3:45 pm IST)