ખેલ-જગત
News of Sunday, 14th January 2018

પ્રેક્ષકે એક હાથથી પકડ્યો કેચ એન જીત્યું 23 લાખનું ઇનામ

માર્ટિન ગુપ્ટિલનો કેચ પકડતા ક્રેગ ડોગહાર્ટીને ટ્યુઇ 'કેચ-એ-મિલિયન' સ્પર્ધાને કારણે નાણાંથી સન્માનિત કરાયા

નવી દિલ્હી :ન્યુ ઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વનડે શ્રેણીના ત્રીજા મેચ દરમિયાન,માર્ટિન ગુપ્ટીલ દ્વારા સિક્સર ફટકારી હતી જેનો કેચ એક પ્રેક્ષક દ્વારા એક હાથથી પકડવામાં આવ્યો હતો અને એ પ્રેક્ષકને 23 લાખ રૂપિયાનું ઇનામ અપાયું હતું કેચ પકડનાર પ્રેક્ષક ક્રેગ ડોગહાર્ટીએ જણાવ્યું હતું કે તેમની ખુશી હજુ પણ ઘટી નથી તે ખૂબ જ ખુશ અને આનંદી જોવા મળ્યા હતા.   ડોગહાર્ટી ટીમના પ્રશંસક હતા અને ટ્યુઇ 'કેચ-એ-મિલિયન' સ્પર્ધાને કારણે તેમને આ નાણાંથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

તેમણે કહ્યું, "વાસ્તવમાં, મારી ખુશી હજુ પણ તેવી જ છે, મને વિશ્વાસ જ નથી થતો કે મેં કેચ પકડી લીધો હતો. પણ ખુબ સારું થયું કે મેં કેચ પકડી લીધો હતો. મેં જયારે બોલને મારી તરફ આવતા જોયો તો મેં વિચાર્યું કોઈ બીજું નથી જે કેચ પકડશે અને મેં હાથ ઉંચો કર્યો અને બોલ મારા હાથમાં ફસાઈ ગયો."

  આ શ્રેણીમાં ન્યુ ઝિલેન્ડએ પાકિસ્તાનને 3-0થી હરાવ્યું છે. શનિવારે ત્રીજા ODIમાં ન્યૂ ઝીલેન્ડે પાકિસ્તાનને 183 રનથી હરાવીને 3-0થી શ્રેણી જીતી લીધી હતી અને આ સિરિઝને તેમના નામે હાંસલ કરી હતી.

(9:11 pm IST)