ખેલ-જગત
News of Friday, 13th December 2019

ટી-૨૦માં પહેલી બેટીંગનો રેકોર્ડ અમે સુધાર્યો : રાહુલ

મુંબઈ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ ટી-૨૦ મેચોની સીરીઝ ભારતે ૨-૧ થી જીતી લીધી છે. વાનખેડેમાં રમાયેલી છેલ્લી ટી-૨૦ મેચમાં લોકેશ રાહુલે જબરદસ્ત ૯૧ રનની પારી રમી હતી અને રોહિત સાથે મળીને પહેલી વિકેટ માટે ૧૩૫ રનની ભાગીદારી કરી હતી. મેચ પૂરી થયા બાદ લોકેશે કહ્યુ કે પહેલા બેટીંગ કરવા ઉતર્યા હતા તેમ છતાં અમે સારૂ પફોર્મ કરી શકયા.

આ વિશે વાત કરતાં રાહુલે કહ્યું હતું કે મેચમાં પહેલા બેટીંગ કરવા ઉતર્યા હોઈએ ત્યારનો અમારો રેકોર્ડ સારો નથી રહ્યો. આજે અમારી પાસે સારી એવી તક હતી અને હું ખુશ છું કે અમે સારૂ પર્ફોર્મ કરી શકયા.

(3:12 pm IST)