ખેલ-જગત
News of Wednesday, 13th November 2019

પોતાને સબસ્ટિટ્યુટ કરાતા ભડકેલા રોનાલ્ડોને દંડ નહિં થાય

એસી મિલાન સામેની મેચ પૂરો થાય તેની ત્રણ મિનિટ પહેલા સ્ટેડિયમની બહાર જતો રહ્યો'તો

મિલાન : ફૂટબોલ જગતના પ્રથમ શ્રેણીના પ્લયરોમાં ગણાતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો એસી મિલાન સામેની મેચ પૂરી થાય ઝની ત્રણ મિનિટ પહેલાં જ સ્ટેડિયમની બહાર જતો રહ્યો હતો. યુવેન્ટ્સ આ મેચ ૧-૦થી જીતવામાં સફળ રહ્યું હતું. જોકે કોચ મારિજિયો સારીએ પંચાવનમીં મિનિટે રોનાલ્ડોને સબસ્ટિટ્યુટ કર્યો હતો. આ પહેલાં લોકોમોટિવ સામેની મેચમાં પણ તેને સબસ્ટિટ્યુટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર સતત બે મેચમાં સબસ્ટીટ્યુટ કરવામાં આવતાં રોનાલ્ડો નારાજ થયો હતો અને તેની કોચ સાથે બોલાચાલી થઈ હતી. જોકે તેની ટીમ દ્વારા રોનાલ્ડોના આ સ્વભાવને લીધે તેના પર કોઈ પણ પ્રકારનો દંડ લગાડવામાં નહીં આવે.

રોનાલ્ડોના સબસ્ટિટ્યુટ તરીકે ડાઇબાલાએ જગ્યા લીધી હતી. તેણે એસી મિલાન વિરૂદ્ધ ૭૭મી મિનિટે ગોલ કર્યો હતો. રોનાલ્ડો છેલ્લી ૧૦ મેચમાં માત્ર બે ગોલ કરી શકયો છે.

(11:50 am IST)