ખેલ-જગત
News of Wednesday, 13th November 2019

ટીમ ઈન્ડિયા એક અલગ લેવલ પર છે : અખ્તર

બાંગ્લાદેશ સામેના અંતિમ મેચમાં સાબિત કરી દીધુ કે આ ટીમ બોસ છે

લાહોર : બંગલા દેશ સામેની પહેલી ટીર૦ મેચ હાર્યા બાદ જે પ્રમાણે ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં કમબેક કરીને પોતાના નામે કરી હતી એને લીધે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી છે. આ મામલે અખ્તરે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ એ સાબિત કરી દીધું છે કે એ આ મેચમાં બોસ છે.

પહેલી મેચ ગુમાવ્યા બાદ ભારતે ઘણી સારી રીતે કમબેક કર્યુ હતું. રોહિત શર્મા એક શાનદાર અને ટેલન્ટેડ પ્લેયર છે. સિરીઝ ૧-૧થી બરાબર થયા બાદ છેલ્લી મેચ જોવાનો એક અલગ જ રોમાંચ હતો. ભારત એમાં ઘણી સારી ગેમ રમ્યું હતું. બંગલા દેશની ટીમમાં કોઈ વિશેષ વાત નહોતી. દીપક ચાહર મીડિયમ પેસર અને સીમ બોલરનું મિશ્રણ છે. તેણે ઘણી સારી બોલિંગ કરી હતી. ખરૃં કહું તો ટીમ ઈન્ડિયા એક અલગ જ લેવલ પર છે.

(11:49 am IST)