ખેલ-જગત
News of Wednesday, 12th September 2018

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં સામેલ કર્યા પાંચ નવા ચહેરા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની બે ટેસ્ટની સિરિઝ માટેની ટીમમાં પાંચ નવોદિત ખેલાડીઓને સામેલ કર્યા છે. પૈનની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં ફાસ્ટ બોલર સીડને આશરે બે વર્ષના બ્રેક બાદ પુનરાગમન કર્યું છે. જ્યારે આરોન ફિન્ચને કારકિર્દીમાં પહેલી વખત ટેસ્ટ કેપ પહેરવાની તક આપવામાં આવશે તે લગભગ નક્કી થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરના અંતમાં યુએઈનો પ્રવાસ ખેડશે, જ્યાં તેઓ ઓક્ટબરમાં પાકિસ્તાન સામે બે ટેસ્ટની સિરિઝ બાદ ત્રણ ટ્વેન્ટી-૨૦ની શ્રેણીમાં ભાગ લેશે.રિકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે હતો, ત્યારે સીડલ તેનો ફેવરિટ બોલર મનાતો હતો. હવે જ્યારે તે ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટમાં મહત્વનું સ્થાન  ધરાવે છે, ત્યારે ફરી સિડલને બે વર્ષના વિરામ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેક મળ્યો છે. મીડલ ઓર્ડર બેટ્સમેન હેન્ડસ્કોમ્બને પડતો મૂકવામાં આવ્યો છે. મેક્સવેલને પણ ટીમમાં તક મળી શકી નથી.પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં સમાવાયેલા નવોદિતોમાં સાઉથ આફ્રિકામાં જન્મેલા ફાસ્ટ બોલર માઈકલ નેસેર અને બેટ્સમેન માર્નસ લાબ્યુસચેન્જને તક આપવામાં આવી છે. યુવા ફાસ્ટ બોલર બ્રેન્ડન ડોગેટ્ટને ટીમમાં પહેલી વખત સ્થાન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ : ફિન્ચ, રેનશૉ, ડોગેટ્ટ, નેસેર, ખ્વાજા, શોન માર્શ, મિચેલ માર્શ, પૈન (કેપ્ટન), હેડ, લાબ્યુસચેન્જ, લાયન, હોલેન્ડ, અગર, સ્ટાર્ક અને સીડલ.

(5:31 pm IST)