ખેલ-જગત
News of Wednesday, 12th September 2018

પોતાની ત્રીજી ટેસ્ટમેચમાં રિષભ પંત ધોનીનો આ રેકોર્ડ તોડવામાં સફળ

ઈંગ્લેન્ડ સામેની સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ રિષભ પંત માટે કરિયરની ત્રીજી ટેસ્ટ મેચ હતી. પંતે લેગ સ્પિનર આદિલ રશીદના બોલ પર સિક્સ લગાવીને પંતે 117 બોલમાં સદી પૂરી કરી હતી. સદી પૂરી કરવાની સાથે જ ચોથી ઈનિંગમાં કોઈ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દ્વારા બનાવાયેલો સર્વોચ્ચ સ્કોર પણ છે. પંતે પોતાની આ ઈનિંગમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ રાખ્યો હતો.

(12:30 pm IST)