ખેલ-જગત
News of Tuesday, 13th August 2019

હરિયાણાની જુદો ખેલાડી પ્રિયંકાએ ચીનમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

નવી દિલ્હી: હરિયાણાના હિસારની આંતરરાષ્ટ્રીય જુડો ખેલાડી પ્રિયંકા શર્માએ ચીનમાં યોજાયેલી વર્લ્ડ પોલીસ જુડો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રમતો ચીનમાં 6 થી 11 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી.હરિયાણા સ્ટેટ ટ્રાન્સપોર્ટના કાલ્કા સબ ડેપોમાં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રિયંકાના પિતા ઓમ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે પ્રિયંકાએ અત્યાર સુધીમાં 25 રાષ્ટ્રીય ચંદ્રકો અને અનેક આંતરરાષ્ટ્રીય ચંદ્રકો જીત્યા છે. પ્રિયંકાના મેડલ બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રો. રામબીલાસ શર્માએ અભિનંદન પાઠવ્યા છે.

(6:43 pm IST)