ખેલ-જગત
News of Friday, 13th July 2018

ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની મોહમ્મદ કૈફે જાહેરાત કરી

ગાંગુલીના સુવર્ણકાળમાં ટીમનો હિસ્સો રહ્યો હતોઃ ટેસ્ટ અને વનડેમાં ૩૨ રનની સરેરાશની સાથે રન કર્યા

નવીદિલ્હી, તા. ૧૩: ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી દીધી હતી. કૈફ આશરે ૧૨ વર્ષ પહેલા ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી મેચ રમ્યો હતો. મોહમ્મદ કૈફ ટીમમાં નિચલા સ્તરે બેટિંગ કરતો હતો. મોહમ્મદ કૈફની ફિલ્ડિંગને લઇને તમામ લોકો પ્રભાવિત હતા. ૩૭ વર્ષીય કૈફે ભારત તરફથી ૧૩ ટેસ્ટ મેચ, ૧૨૫ વનડે મેચો રમી હતી. ૨૦૦૨માં નેટવેસ્ટ સિરિઝની ફાઈનલમાં કૈફે લોડ્ઝના મેદાન પર ૮૭ રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. આ મેચ ૧૩મી જુલાઈના દિવસે જ રમાઈ હતી. આજે ૧૩મી જુલાઈના દિવસે કૈફે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. કૈફે કહ્યું છે કે, તે ફર્સ્ટક્લાસ ક્રિકેટના તમામ ફોર્મેટથી નિવૃત્ત થઇ રહ્યો છે. હાલમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં નેટવેસ્ટ સિરિઝ રમી રહી છે. કૈફ એ ભારતીય ટીમના હિસ્સા તરીકે હતો જે દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડકપની ફાઇનલ સુધી પહોંચી હતી. યુવરાજસિંહ, મોહમ્મદ કૈફ એવા ખેલાડીઓમાં રહ્યા છે જે અન્ડર ૧૯ ટીમમાંથી ઉભરીને આવ્યા છે. કૈફે ઉત્તરપ્રદેશ માટે રણજી ટ્રોફી પણ જીતી હતી. સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જ્યારે ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ પેજ લખી રહી હતી ત્યાર્રયુવરાજની સાથે મોહમ્મદ કૈફ પણ હિસ્સા તરીકે હતો. કૈફે ૧૩ ટેસ્ટ મેચમાં ૩૨ રનની સરેરાશ સાથે ૨૭૫૩ રન કર્યા હતા જ્યારે ૧૨૫ વનડે મેચોમાં ૩૨ રનની સરેરાશ સાથે રન બનાવ્યા હતા. કૈફ હાલમાં હિન્દી કોમેટ્રી તરીકે પસંદ કરીને કેરિયરની બીજી ઇનિંગ્સ શરૃ કરી ચુક્યો છે.

(9:38 pm IST)