ખેલ-જગત
News of Friday, 13th July 2018

પરાજય છતાં બ્રિટિશ મીડીયાએ કરી ટીમના પ્રદર્શનની પ્રશંસા

ક્રોએશિયા સામેની બુધવારે રમાયેલી મેચમાં હાર છતાં બ્રિટીશ મીડીયાએ ઈંગ્લેન્ડની યુવા ફૂટબોલ ટીમ અને તેના કોચ ગેરેથ સાઉથગેટની પ્રશંસા કરી હતી. સન નામના અખબારે કહ્યું હતું કે મતભેદોને કારણે વિભાજીત થયેલા આ દેશને એક કોચ અને તેની યુવા ટીમે એકજૂટ કર્યા હતા. ધ ડેઈલી મીરરે લખ્યુ હતું કે 'મેન્ચેસ્ટર યુનાઈટેડ, વેસ્ટ હેમ યુનાઈટેડ, ન્યુકેસલ યુનાઈટેડને ભૂલી જાઓ, હવે આપણે બધા ઈંગ્લેન્ડ યુનાઈટેડ છીએ. પહેલા આશાને કારણે અને હવે હારને લીધે. પરાજય બાદ ફૂટબોલ ટીમના કોચ ગેરેથ સાઉથગેટે કહ્યું હતું કે મારા ખેલાડીઓએ બનતા તમામ પ્રયત્ન કર્યા. આ મેચમાં અમે સારૂ ન રમી શકયા, પરંતુ અમે જે કંઈ મેળવ્યુ છે એના પર અમને ગર્વ છે.

(3:53 pm IST)