ખેલ-જગત
News of Friday, 13th July 2018

ભારતના યુવા બોલર રજનીશની બોલિંગે વિકેટ કિપરને ચોંકાવ્યા !

નવી દિલ્હી :ભારતની A ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝના પ્રવાસમાં યુવાન બોલર રજનીશ ગુરબાનીએ અનૌપચારિક મેચમાં મેચ દમિયાન 34મી ઓવરના 5મા બોલ પર રજનીશે ફેંકેલો બોલ જોઈ વિરુદ્ધ ટીમનો કેપ્ટન શામરાહ બ્રુક્સ ચોંકી ગયો હતો.

 સ્વિંગ થઈને બોલ વિકેટકિપરની પાસે રહેલી સ્લિપ પાસે ઉભેલા વરુણ નાયર પાસે પહોંચી ગયો હતો. બેટને અડક્યા વગર બોલ આટલો બહાર ગયો તે જોઈને દર્શકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

(12:15 pm IST)