હાર્દિક પંડ્યાના વખાણમાં કપિલ દેવે કહી આ વાત.....
નવી દિલ્હી: પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું કે આઈસીસી વિશ્વ કપમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે આ ટૂર્નામેન્ટમાં 100 ટકા જીતનો રેકૉર્ડ જાળવી રાખશે. વિશ્વ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે એકપણ વાર હારી નથી. બંને ટીમો વિશ્વ કપમાં અત્યાર સુધી 6 વાર એક-બીજા સામે ટકરાઈ ચુકી છે અને દરેક વખતે ભારતીય ટીમે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને પટખની આપી દીધી છે. કપિલ દેવે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હાર્દિક પંડ્યા અને તેની તુલના ના કરવામાં આવે. ભારતનાં સૌથી શાનદાર ઑલરાઉન્ડર મનાતા આ ખેલાડીએ હાર્દિક પંડ્યાને ટીમ માટે સમર્પિત ખેલાડી ગણાવતા કહ્યું કે, તેઓ ઇચ્છશે કે હાર્દિકની તુલના કોઈ સાથે કરવામાં ના આવે. પૂર્વ વિશ્વ ચેમ્પિયન કેપ્ટને કહ્યું કે, “હું એ ઇચ્છુ છું કે તમે ક્યારેય પણ તેની તુલના ના કરો. હું તો આ જ ઇચ્છીશ કે તે મારાથી પણ સારું રમે. તેનામાં એટલી ક્ષમતા છે અને જો તે ગત મેચની માફક રમતો રહ્યો તો તમારે તેની તુલના મારી સાથે કરવાની જરૂર પણ નહીં પડે.” કપિલ દેવે આશા વ્યક્ત કરી છે કે હાર્દિક પંડ્યા પોતાની બૉલિંગમાં સુધારો જરૂર કરશે.