ખેલ-જગત
News of Thursday, 13th June 2019

'કીમતી' શિખર વિશે આખરી નિર્ણય ૧૦થી ૧૨ દિવસ પછી લેવામાં આવશે : આસિસ્ટન્ટ કોચ સંજય બાંગડ

ભારત ના આસિસ્ટન્ટ કોચ સંજય બંગડી મીડિયાને કહ્યું કે ભારતનો ઇન્જર્ડ ઓપનર શિખર અત્યારે ભારતીય બોર્ડની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે અને તેના જેવા કીમતી ખેલાડી વિશે અત્યાર થી કોઈ નિર્ણય લેવો વહેલું કહેવાશે. ૧૦થી ૧૨ દિવસ પછી જાણી શકાશે કે તેની ઈજાનું સ્ટેટ્સ શું છે. તેની પહેલા કંઈ પણ કહેવું મુશ્કેલ છે. જો તેના સ્થાને કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડી ટીમ સાથે પ્રેકિટસ કરે તો તે ખેલાડી ને મેચ પહેલા તૈયારી કરવાનો સારો મોકો મળે.

(3:22 pm IST)