ખેલ-જગત
News of Wednesday, 13th June 2018

ફીફા વર્લ્ડકપ-૨૦૨૬ અમેરિકા કે મોરક્કો?

નવી દિલ્હી: ફીફાના સભ્યો આવતીકાલે મળનાર બેઠકમાં નિર્ણય કરશે કે ફીફા વર્લ્ડકપ-૨૦૨૬નુ આયોજન નોર્થ અમેરિકામાં થશે કે આ ફુટબોલ મહાકુંભના ઈતિહાસમાં માત્ર બીજી વખત આ મોરક્કોની મેજબાનીમાં આફ્રિકામાં રમાશે. પસંદગી મુખ્યરુપથી અમેરિકા, મેક્સિકો અને કેનેડાના સ્ટેડિયમોમાં અથવા મોરક્કોના મહત્વકાંક્ષી પ્રયાસ વચ્ચે થવાની છે, જ્યાંની મોટાભાગની સુવિધાઓ હજી તૈયાર નથી. 
રશિયામાં યોજાનાર ૨૦૧૮ના ફીફા વર્લ્ડકપની પૂર્વ સંધ્યા પર ફીફાના ૨૦૭ સભ્ય દેશ ફુટબોલની વૈશ્વિક સંસ્થાની સામાન્ય સભામાં વોટિંગ મારફતે ૨૦૨૬ની મેજબાની પસંદ કરશે. મોરક્કોની બોલીને ચાલુ મહિનાની શરુઆતમાં જ આગળ વધવાની મંજુરી મળી ગઈ હતી. ચાલુ વર્ષે વર્લ્ડકપ રશિયામાં યોજાનાર છે જેમાં ૩૨ ટીમો ભાગ લઈ રહી છે. 

(4:46 pm IST)