News of Wednesday, 13th June 2018
ભારતીય મહિલા ચેસ પ્લેયરે બુરખો પહેરવા સામે નોંધાવ્યો વિરોધ;ઈરાનમાં ચેમ્પિયનશીપમાં ભાગ લેવા કર્યો ઇન્કાર
સૌમ્યા સ્વામિનાથને લખ્યું કે ફરજિયાત હિઝાબ પહેરવો એ તેમના માનવ અધિકારનું ઉલ્લઘંન
નવી દિલ્હી :ભારતની મહિલા ચેસ સ્ટાર સૌમ્યા સ્વામિનાથને ફરજિયાત બુરખો પહેરવા બાબતે ઇરાનમાં યોજાનારી ચેમ્પિયનશીપમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. આગામી મહિને ઇરાનમાં યોજાનારી ચેસ ટૂર્નામેન્ટમાંથી ભારતની સ્ટાર ચેસ પ્લેયર સૌમ્યા સ્વામિનાથન જાતે જ ટુર્નામેન્ટમાંથી નીકળી ગઇ છે. સૌમ્યા સ્વામિનાથને ફેસબૂક પર લખ્યુ છે કે, ફરજિયાત હિઝાબ પહેરવો એ તેમના માનવ અધિકારનું ઉલ્લઘંન છે.
(2:17 pm IST)