ખેલ-જગત
News of Wednesday, 13th June 2018

ફુટબોલ રોમાંચની સાથે સાથે

દુનિયાના દેશોના ચાહકો રોમાંચમાં ડબેલા રહેશે

મોસ્કો,તા. ૧૩ : વિશ્વભરમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ફીફા વર્લ્ડ કપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વિશ્વભરમાં ફુટબોલ ક્રેઝ હવે ચરમસીમા પર છે. દુનિયાભરના અબજો ચાહકો ફુટબોલના રોમાંચની મજા માણવા માટે તૈયાર છે. યજમાન રશિયાએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. હવે ૧૫મી જુલાઇ સુધી ફુટબોલ રોમાંચ રહેશે. આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે ચાર મુસ્લિમ દેશો પણ ફીફા વર્લ્ડ કપમાં રમી રહ્યા છે. જેમાં ઇરાન, સાઉદી અરેબિયા, ઇજિપ્તનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ટીમને ૨૫૫ કરોડની અભૂતપૂર્વ રકમ આપવામાં આવનાર છે.

*    વિશ્વભરમાં ફુટબોલ ક્રેઝ હવે ચરમસીમા પર છે.

*    દુનિયાભરના અબજો ચાહકો ફુટબોલના રોમાંચની મજા માણવા માટે તૈયાર છે.

*    યજમાન રશિયાએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે. હવે ૧૫મી જુલાઇ સુધી ફુટબોલ રોમાંચ રહેશે.

*    આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે ચાર મુસ્લિમ દેશો પણ ફીફા વર્લ્ડ કપમાં રમી રહ્યા છે. જેમા સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે

*    ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ટીમને ૨૫૫ કરોડની અભૂતપૂર્વ રકમ આપવામાં આવનાર છે. ઇનામી રકમમાં સાત ગણો વધારો કરવામાં આવ્યો છે

*    આ વખતે પ્રથમ ક્રમાંકિત ટીમ જર્મની વર્તમાન ચેમ્પિયન તરીકે છે અને તે પોતાના તાજને જાળવી રાખવાના ઇરાદાથી મેદાનમાં ઉતરનાર છે.

*    પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

*    યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.  આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે.

*    ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી.

*    આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે.

*    ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે

*    ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે

*    વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે

*    ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમવા માટે ક્વાલીફાઈ થયેલા ૩૨ દેશો પૈકી ૨૨ દેશો ૨૦૧૪માં ટુર્નામેન્ટની જુદી જુદી એડિશનમાં રમ્યા હતા

*    ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે.

*    ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે

*    ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે

*    જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી

*    ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી

(12:17 pm IST)