ખેલ-જગત
News of Wednesday, 13th May 2020

ફેડ કપ હાર્ટ એવોર્ડ જીતનારી પહેલી ભારતીય બની સાનિયાઃ જીતેલી રકમ ડોનેટ કરશે

નવી દિલ્હીઃ ટેનિસ- જગતની દિગ્ગજ મહિલા પ્લેયર સાનિયા મિર્ઝાએ કોરોનાના આ સમયમાં ઘરે બેઠાં- બેઠાં ઈતિહાસ રચ્યો છે. ફેડ કપ હાર્ટ એવોર્ડ જીતનારી તે પહેલી ભારતીય બની છે. આ અવોર્ડ માટે એશિયા ખંડમાંથી સાનિયા અને ઇન્ડોનેશિયાની પ્લેયર પ્રિસ્કા મેડલિન નુગ્રોહોને નોમિનેટ કરવામાં આવી હતી. પોતાની ખુશી વ્યકત કરતાં સાનિયાએ કહ્યું કે 'ફેડ કપ હાર્ટ અવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બનવાનો મને ગર્વ છે. આ અવોર્ડ હું મારા દેશ, ચાહકો અને એ દરેકને સમપિત કરૃં છું જેમણે મારા માટે વોટ કર્યો. આશા રાખું કે ભવિષ્યમાં મારા દેશ માટે હું વધારે સારૃં કામ કરી શકું. મને જે નાણાં મળ્યાં છે એને હું તેલંગણ ચીફ મિનિસ્ટર રિલીફ ફન્ડમાં કોરોનાના દરદીઓના ઇલાજ માટે ડોનેટ કરવા માગું છું.' સાનિયાને આ અવોર્ડ સાથે ર૦૦૦ ડોલરનો ચેક પણ આપવામાં આવ્યો છે. આ નાણાંનો ઉપયોગ તે કોરોનાગ્રસ્ત લોકોના ઈલાજ માટે કરશે.

(3:00 pm IST)