ખેલ-જગત
News of Wednesday, 13th May 2020

બોલ ચમકાવવાની ટ્રેડિશનલ રીતને હવે બદલવી જોઈએઃ ચેપલ

બોલ સ્વિંગ કરતી વખતે બોલરને કેવો અનુભવ થાય તેની યાદી બનાવવી જોઈએ, તેના આધારે એડમીનીસ્ટ્રેટર મેથડ બનાવવી જોઈએ

મેલબર્ન : છેલ્લા ઘણા સમયથી બોલ પર થૂંક લગાડવાનો મુદ્દો ઘણો ગાજયો છે. આ વિશે ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ પ્લેયર ઇયાન ચેપલનું કહેવું છે કે બોલ ચમકાવવાની પારંપરિક પદ્ઘતિને બદલવા કશુંક નવું આપણી પાસે હોવું જરૂરી છે.

 ચેપલે કહ્યું કે 'બોલ ટેમ્પરિંગ હૈમેશાં એક હોટ ટોપિક રહ્યો છે. મેં ઘણા વખત પહેલાં એક સલાહ આપી હતી કે બોલરને બોલ સ્વિંગ કરતી વખતે કેવો અનુભવ થાય છે. એની એક યાદી બનાવે. એના આધારે એડ્મિનિસ્ટ્રેટ એક મેથડ બનાવે જેમાં લીગલ અને ઇલીગલ મુદાઓની નોંધ કરવામાં આવી હોય. અત્યારે જયારે ક્રિકેટ અટકી પડ્યું છે ત્યારે આ વિચારને અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે. બોલ પર થૂંક લગાડવાનું બંધ કરવામાં આવે એ વાત પણ ઘણા સમયથી ચાલતી આવી છે. આ ટ્રેડિશનલ રીતને બદલવા માટે પણ કશુંક નવું આપણી પાસે હોવું જરૂરી છે.'

(2:59 pm IST)