ખેલ-જગત
News of Wednesday, 13th May 2020

૨૦૦૫ એશિઝમાં પ્રથમ પોન્ટિંગે લીધેલો નિર્ણય બેકાર હતોઃ શેન વોર્ન

સિડનીઃ ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ સ્પિનર શેન વોર્નનું માનવું છે કે ૨૦૦૫માં રમાયેલી એશિઝ ટેસ્ટ સિરીઝમાં પહેલાં બોલિંગ કરવાનો લેવામાં આવેલો રિકી પોન્ટિંગનો નિર્ણય ખોટો હતો. બે મેચની સિરીઝમાંની બીજી મેચ ઓસ્ટ્રેલિયા હારી ગયું હતું અને સિરીઝ ૧-૧થી ડ્રો થઈ હતી. આ મેચ વિશે વાત કરતાં શેન વોર્ન કહ્યું કે 'કોઈ પણ કેપ્ટન દ્વારા પહેલાં બોલિંગના લેવામાં આવેલા નિર્ણયમાં પોન્ટિંગનો એ નિર્ણય સૌથી બેકાર હતો. નાસિર હુસેનને પણ તેણે ટક્કર આપી હતી.'

(2:59 pm IST)