ખેલ-જગત
News of Wednesday, 13th May 2020

ચેઝિંગની બાબતમાં તેન્ડુલકરથી આગળ છે કોહલીઃ ડિવિલિયર્સ

જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એ.બી.ડિવિલિયર્સનું માનવું છે કે જયારે મેચ ચેઝ કરવાની વાત આવે ત્યારે સચિન તેન્ડુલકર કરતાં વિરાટ કોહલી વધુ આગળ છે. ડિવિલિયર્સે કહ્યું કે 'અમારા બન્ને માટે સચિન આદર્શ છે. તેણે પોતાના સમયમાં જે પણ કીર્તિમાન સજર્યાં છે એ લોકોને આજે પણ યાદ છે અને એને લીધે તેણે એક ઉદાહરણ પણ મૂકી આપ્યું છે. મારા ખ્યાલથી વિરાટ પણ સચિન માટે આમ જ કહેશે. પણ મને વ્યકિતગત રીતે લાગે છે કે મારા જીવનમાં મેં વિરાટને બેસ્ટ પર્ફોર્મ કરતો જોયો છે. સચિન દરેક ફોર્મેટમાં, દરેક પરિસ્થિતિમાં સારૃં રમવાનું જાણે છે, પણ જયારે ચેઝિંગની વાત આવે ત્યારે કોહલી સચિન કરતાં આગળ નીકળી જાય છે.'

(2:58 pm IST)