ખેલ-જગત
News of Monday, 13th May 2019

રશિયાના રાષ્ટ્રપતિ પુનિત આઈસ હોકી રમ્યા :શાનદાર નવ ગોલ પણ ફટકાર્યા : અભિવાદન કરતી વેળાએ ઊંધા માથે પડ્યા ; વિડિઓ વાયરલ

અનેક જાણીતી હસ્તીઓ સાથે રમાયેલી હોકી સદભાવના મેચ હતી

 

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો આઈસ હોકી રમતો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અનેક જાણીતી હસ્તીઓ સાથે રમાયેલી હોકી સદભાવના મેચ હતી રાષ્ટ્રપતિએ મેચને લોકોને નજીક લાવવાનો એક પ્રયત્ન ગણાવ્યો. જો કે મેચ બાદ દર્શકોનું અભિવાદન કરતી વખતે પુતિન ઊંધા મોઢે પડી ગયા હતાં જો કે તેમની ટીમના બે સહયોગી તરત તેમની મદદ માટે આગળ વધ્યાં પરંતુ તેઓ કોઈ પણ મદદ વગર જાતે ઊભા થઈ ગયા હતાં પુતિનનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે

  રશિયાના સોચી સ્થિત બ્લેક સી રિસોર્ટમાં બોલશોઈ આઈસ એરિનામાં રશિયન સ્ટાર્સની ટીમ અને પુતિન તથા તેમના સહયોગીઓ વચ્ચે સદભાવના મેચ રમાઈ હતી. મેચમાં પુતિને પોતાના સહયોગીો સાથે મળીને હરીફ ટીમ સામે 9 ગોલ કર્યાં. મેચના ફૂટેજનું રવિવારે સાંજે પ્રસારણ થયું હતું. હોકી મેચ દરમિયાન પુતિને પત્રકારોને કહ્યું કે, " મેચ લોકોને નજીક લાવશે." પરંપરાગત 11 નંબરની જર્સી પહેરીને રમી રહેલા પુતિને કહ્યું કે, " હંમેશા લોકોને મદદ કરે છે."

  રમતના શોખીન 66 વર્ષના રશિયન નેતાએ રશિયામાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે ખુબ કામ કર્યું છે. અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાઉલી નીનિસ્તો સાથે આઈસ હોકી રમી ચૂક્યા છે

  પુતિને જણાવ્યું કે થોડા વર્ષો અગાઉ સુધી તેઓ બરફ ઉપર ઊભા પણ રહી શકતા નહતાં અને તેમણે ખુરશી પકડીને સ્કેટ કરતા શીખ્યું. રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુ અને રશિયાના હોકી ખેલાડી પાવેલ  બ્લુરે તથા સ્લાવા ફેતીસોવની સાથે સ્કેટ કરતા પુતિને નાઈટ હોકી ગાલા મેચમાં 9 ગોલ ફટકારીને પોતાની ટીમને 14-7થી જીત અપાવી

હરીફ ટીમમાં અબજપતિ ગેનેડી ટિમચેંકોની સાથે અનેક જાણીતા ઉદ્યોગપતિઓ સામેલ હતાં. ટિમચેંકો પર અમેરિકાએ પ્રતિબંધ લગાવેલો છે

(12:41 am IST)