ખેલ-જગત
News of Monday, 13th May 2019

જસપ્રીત બુમરાહ આજના સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્‍ઠ બોલરઃ સચિન તેંડુલકરે વખાણ કર્યા

હૈદરાબાદઃ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે આઈપીએલની 12મી સિઝનના ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બોલિંગ કરી મેન ઓફ ધ મેચનો પુરસ્કાર મેળવનાર જસપ્રીત બુમરાહને આજના સમયમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. બુમરાહે ચેન્નઈ સુપર કિંસ્ગની સાથે રવિવારે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલા ફાઇનલ મેચમાં ચાર ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ હાસિલ કરી હતી. મુંબઈ દ્વારા આપવામાં આવેલા 150 રનના લક્ષ્યનો પીછો કરતા સુપર કિંગ્સ એક રનથી હારી ગઈ હતી.

મેચ બાદ મુંબઈના જ ખેલાડી યુવરાજ સિંહે સચિનનું ઈન્ટરવ્યૂ લીધું, જેમાં સચિને બુમરાહની ખૂબ પ્રશંસા કરી અને તેને આજના સમયનો શાનદાર બોલર ગણાવ્યો હતો. સચિને કહ્યું, 'બુમરાજ આજની તારીખે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે.' આશા છે કે હજુ તેનું શ્રેષ્ઠ આવવાનું બાકી છે.

25 વર્ષીય બુમરાહે મેચ બાદ કહ્યું, 'આ ફાઇનલ હતો અને અમે જાણતા હતા કે મુકાબલામાં ટક્કર થશે. અમારે મુંબઈ માટે ટાઇટલ જીતવાનું હતું કારણ કે આ ખાસ ક્ષણ હતી. તેથી અમે સંયમ જાળવ્યો. હું પણ શાંત હતો. હું ટીમની સફળતામાં યોગદાન આપવા ઈચ્છતો હતો અને તેથી જાતને વિચારશૂન્ય ન થવા દીધી.'

બુમરાહે કહ્યું કે તે બોલ દર બોલ રણનીતિ પર ચાલી રહ્યો હતો અને આમ કરવાથી દબાવ ઓછો થાય છે. બુમરાહ, 'હું બોલ દર બોલની રણનીતિ પર ચાલું છે અને જો તમે તેમ કરો છો તો દબાવ ઓછો રહે છે.' બુમરાહે આઈપીએલની 12મી સિઝનમાં 16 મેચોમાં કુલ 16 વિકેટ ઝડપી પરંતુ તેનો ઇકોનોમી રેટ 6.63 રહ્યો, જે શાનદાર માની શકાય છે.

(5:34 pm IST)