ખેલ-જગત
News of Monday, 13th May 2019

ડિવિલિયર્સ બિગ બેશમાંથી ખસી ગયો

મેલબર્ન : સાઉથ આફ્રિકન લેજન્ડ ખેલાડી એ. બી. ડિવિલિયર્સ ઓસ્ટ્રેલિયન ટી૨૦ લીગ બિગ બેંશની આગામી સીઝનમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. ડિવિલિયર્સ પહેલાં આ લીગમાં નિર્ણાયક તબક્કામાં રમવાની ઇચ્છા વ્યકત કરી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ બિગ બેંશના ફોર્મેટમાં બદલાવ કરીને આઇપીએલની જેમ ૧૪ લીગ મેચને ઘરઆંગણે અને બહારની પદ્ઘતિથી રમાડવાનું નક્કી કર્યું હોવાથી આટલો લાંબો સમય સુધી ઘણાબધા ઇન્ટરનેશનલ ખેલાડીઓને તેમના ભરચક શૈડ્યુલ વચ્ચે ઉપલબ્ધ રહેવું મુશ્કેલ બની રહેશે. બિગ બેશ સાથે જોડાવા આતુર ડિવિલિયર્સને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ તેને લીગમાં સામેલ કરીને મહત્ત્વનો લાભ ઉઠાવવા તથા ઘટી રહેલા ટીવી-રેટિંગને વધારવા ઇચ્છતું હોવાની જાણ થતાં તેણે ખસી જવાનું નક્કી કર્યું હતું.

(3:35 pm IST)