ખેલ-જગત
News of Monday, 13th May 2019

પ્લે ઓફમાં ખામોશ રહે છે રોહિતનુ બેટ

હૈદરાબાદ : મોટી મેચોમાં ટીમને તેના મહત્ત્વના બેટ્સમેન પાસેથી વધારે આશા હોય છે. જોકે મુંબઈના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ પ્લે-ઓફમાં સારો નથી. ફાઇનલમાં ચેન્નઈ સામે તે ફકત ૧૫ રન બનાવીને આઉટ થયો હતો. જોકે એ પહેલાં તેણે શાર્દુલ ઠાકુરના બોલમાં સિકસર અને હરભજન સિંહની બોલિંગમાં ફોર ફટકારી હતી.

રોહિતે આઇપીએલની ૧૮ પ્લે-ઓફ મેચોમાં ૧૩.૪૭ની એવરેજથી ૨૨૯ રન બનાવ્યા છે. પ્લે-ઓફ મેચોમાં તેનું બેટ શાંત જ રહ્યું છે. તેણે ફકત એક ફિફ્ટી ફટકારી છે. તેનો સ્ટ્રાઇક-રેટ ૧૦૧.૭૭નો રહ્યો છે. રોહિતે કિવન્ટન ડી કેક સાથે ૪.૫ ઓવરમાં ૪૫ રન બનાવ્યા હતા. ડી કોક વધારે અટેકિંગ રહ્યો હતો. તેણે ૧૭ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. એ પછીની ઓવરમાં રોહિત દીપક ચહરના બહાર જતા બાઙ્ખલમાં બેટ અડાડી બેઠો અને વિકેટ પાછળ આઉટ થઈ ગયો હતો.

(3:35 pm IST)