ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

આઇપીએલ સ્ટાર બોલર ક્રિકેટર મોહમ્મદ સિરાજના જન્મદિનની ઉજવણી

બાળપણ ગરીબીમાં વીત્યું-પિતાએ ચલાવી હતી રીક્ષા : ક્રિકેટમાંથી પ્રથમ કમાણી 500 રૂપિયા હતી.

મુંબઈ :આઈપીએલનો સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે 25માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. 13 માર્ચ 1994માં હૈદરાબાદમાં જન્મેલો સિરાજ  સાધારણ પરિવારમાંથી આવે છે સિરાજના સ્ટાર બનતા પહેલા તેના પિતા રિક્ષા ચલાવતા હતા. સિરાજનું બાળપણ ગરીબીમાં વિત્યુ હતું.મોહમ્મદ સિરાજની ક્રિકેટમાંથી પ્રથમ કમાણી 500 રૂપિયા હતી. આ વાતનો ખુલાસો સિરાજે IPL 2017 માટે યોજાયેલી હરાજી દરમિયાન કર્યો હતો.

  સિરાજે કહ્યું હતું, 'મારી ક્રિકેટમાં પ્રથમ કમાણી 500 રૂપિયા હતી. હું એક ક્લબ મેચ રમી રહ્યો હતો અને મારા મામા ટીમના કેપ્ટન હતા. 25 ઓવરની આ મેચમાં મે 20 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. મારા પ્રદર્શનથી ખુશ થઇ મામાએ મને ઇનામ તરીકે 500 રૂપિયા આપ્યા હતા'

(11:05 pm IST)