ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

યુકી ભાંબરીની ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં જીત

નવી દિલ્હી:ભારતના ડેવીસ કપ ખેલાડી યુકી ભાંબરીએ પોતાના કરીયરની સૌથી મોટી જીત મેળવીને દુનિયાના ૧૨માં નંબરના ખેલાડી લુકાસ પોઉલેને હરાવીને ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. દુનિયાના ૧૧૦ નંબરના ખેલાડી યુકીએ નવમી વરીયતા પ્રાપ્ત ફ્રાંસીસી ખેલાડીને એક કલાક ૧૪ મિનિટમાં ૬-૪, ૬-૪થી હરાવ્યો. યુકીએ ક્વોલિફાઈંગ તબક્કો જીતીને મુખ્ય ડ્રોમાં જગ્યા બનાવી લીધી છે. તેમના કરીયરની આ સૌથી મોટી જીત છે. તેમણે ઓગસ્ટ ૨૦૧૭માં સિટી ઓપનમાં ગત ચેમ્પિયન અને દુનિયાની ૨૨મી નંબરના ખેલાડી ગાએલ મોંફિલ્સને હરાવીને સનસની મચાવી દીધી હતી. તેમણે ચેન્નાઈ ઓપન ૨૦૧૪માં દુનિયાના ૧૬માં નંબરના ખેલાડી ફેબિયો ફોગનિનીને હરાવ્યો હતો. પરંતુ ઈટલીના ખેલાડીએ ફિટનેસ કારણોથી કોર્ટ છોડી દીધો હતો. આ જીત સાથે યુકી ભાંબરીને ૪૫મો રેકિંગ અંક અને ૪૭૧૭૦ ડોલર મળશે. ત્યારે હવે યુકીનો સામનો દુનિયામાં ૨૧મો ક્રમાંક ધરાવતા ખેલાડી અમેરિકાના સૈમ ક્વેરી સામે થશે. 

(5:23 pm IST)