ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

કોમનવેલ્થ ગેમ માટે ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત

નવી દિલ્હી: હોકી ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ માટે ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત કરી છે. 4 એપ્રિલથી શરૂ થનાર આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ પુલ-બીમાં પાકિસ્તાન, મલેશિયા, વેલ્સ અને ઇંગ્લેડન સાથે સામેલ છે. કપ્તાન મનપ્રિત સિંહ અને ઉપ કપ્તાન ચીંગલેસના સિંહ કનગુજમમાં નેતૃત્વમાં ભારતીય ટીમ સાત એપ્રિલે પોતાની પેહલી મેચ પાકિસ્તાન સામે રમશે.

ભારતીય ટીમમાં શ્રીજેશ પરાંતુ અવીન્દ્રન, સુરજ કારકરે,રુપિન્દર પાલ સિંહ, હરમનપ્રિત સિંહ, વરુણ કુમાર, કોથાજીત સિંહ, ગુરિન્દર સિંહ, અમિત રોહિદાસ,મનપ્રિત સિંહ, ચીંગલેસના સિંહ , સુમિત,વિવેક સાગર પ્રસાદ,આકાશદીપ સિંહ, સુનિલ સોમરપેત વીતલાચાર્ય, ગુરજત સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય ,દિલપ્રીત સિંહનો સમાવેશ થાય છે.

(5:17 pm IST)