ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

વન-ડે તથા ટી-૨૦માં પણ થશે SG બોલનો ઉપયોગ

ભારતીય ક્રિકેટ બોર્ડે ઘરઆંગણે રમાનારી વન-ડે અને ટી-૨૦ મેચોમાં કુકાબુરા બોલને બદલે સેન્સપેરીલ્સ ગ્રીનલેન્ડ્સ (એસજી) કંપની દ્વારા નિર્મિત બોલનો ઉપયોગ કરશે. આ કંપનીનું હેડકવાર્ટર ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલી છે. કુકાબુરા બોલ મશીન દ્વારા અને એસજી બોલ હાથ વડે બનાવાય છે. મુંબઈમાં વિવિધ રણજી ટીમોના કેપ્ટન અને કોચની કોન્કલેવમાં આ બોલના ઉપયોગના મુદ્દે વિચાર થયો હતો. ઉપરાંત અમ્પાયરના ખરાબ સ્તર વિશે પણ ચર્ચા થઈ હતી. આ વખતે ક્રિકેટ બોર્ડે મુશ્તાક અલી ટી-૨૦ અને વિજય હઝારે ટ્રોફીમાં પ્રાયોગીક ધોરણે આ એસજી બોલનો ઉપયોગ કર્યો હતો. આ બોલ છેલ્લે સુધી સીમ થતો હોવાથી ખેલાડીઓ એનાથી ખુશ છે. આ ઉપરાંત વિવિધ સ્ટેટ ક્રિકેટ એસોસીએશનની રણજી ટીમોને ચારને બદલે ત્રણ ઝોનમાં વિભાજીત કરવાનું સુચન કર્યુ હતું.

(3:40 pm IST)