ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

આદિવાસી સમાજનું ગૌરવ : કોમનવેલ્થ ગેમ્સમાં ડાંગની સરીતા ગાયકવાડની પસંદગી

સરીતા અગાઉ અમેરીકાને ઈન્ડોનેશિયામાં રમાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે

૪ એપ્રિલથી ઓસ્ટ્રેલિયાના કવીન્સલેન્ડના કરારા સ્ટેડિયમમાં યોજાનારી બાવીસમી કોમનવેલ્થ ગેમ્સ માટે ડાંગમાં રહેતી અને દેશભરમાં પોપ્યુલર બનેલી આદિવાસી યુવતી સરીતા ગાયકવાડની ગઈકાલે એથ્લેટીકસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ૪*૪૦૦ મીટર રીલે દોડ માટે પસંદગી કરવામાં આવી છે. સરીતા ઉપરાંત ભારતમાંથી ૧૮ પુરૂષ ખેલાડીઓ અને અન્ય ૧૨ મહિલાઓ પણ ઓસ્ટ્રેલિયા જઈને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે.

સરીતાએ અગાઉ ઈન્ડોનેશિયા અને અમેરીકામાં રમાયેલી ઈન્ટરનેશનલ ગેમ્સમાં ભાગ લીધો છે અને ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી હર્ડલ રેસ તથા દોડમાં ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યા છે.

(3:40 pm IST)