ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

શમી વધુ મુશ્કેલીમાં મૂકાયો : આફ્રિકા પ્રવાસમાં કઈ હોટલમાં રોકાયો હતો, કોને - કોને મળ્યો હતો પોલીસે તપાસ આરંભી

કોલકતા : પત્નિની હત્યાના પ્રયાસ અને ઘરેલુ હિંસાની જેની સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે તે ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની મુશ્કેલી વધી છે.

આ મામલે કોલકતા પોલીસે તપાસ વધુ ઝડપી બનાવી છે. આ ઉપરાંત પોલીસે બીસીસીઆઈનો સંપર્ક કરીને આ મામલે સહયોગ કરવાનું કહ્યુ છે. કોલકતા પોલીસે બીસીસીઆઈને પત્ર લખીને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં શમીની ગતિવિધિ પરની સવિસ્તાર જાણકારી માગી છે.

જેમાં શમી કઈ હોટલમાં રોકાયો હતો. કોણ મળવા આવતુ હતું, વગેરે વિગતો માંગી છે.

(3:39 pm IST)