ખેલ-જગત
News of Tuesday, 13th March 2018

ભારત અને અમેરીકા વચ્ચેની ક્રિકેટ સિરીઝની મંજૂરી આપવાની ICCએ ના પાડી દીધી

આઈસીસીએ ભારત અને અમેરીકા વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝ રમાડવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. આઈસીસીએ જૂન ૨૦૧૭માં અમેરીકન ક્રિકેટ એસો.ને સસ્પેન્ડ કરી દીધુ છે. યુએસએસી દ્વારા એપ્રિલ અને મેં માં ભારતીય મહિલા અને પુરૂષ ટીમ સાથે દ્વિપક્ષીય ટી-૨૦ સિરીઝની યજમાનીની જાહેરાત કરી હતી. આઈસીસીએ જણાવ્યુ કે આ બંને સિરીઝ બિનઅધિકૃત છે અને બીસીસીઆઈ કે આઈસીસી તેને મંજૂરી આપતુ નથી.

(11:36 am IST)