ખેલ-જગત
News of Tuesday, 13th February 2018

વિન્ટર ઓલમ્પિકમાં રશિયાની 15 વર્ષીય એલિના ઝેગિટોવા છવાઈ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના પ્યોંગચેંગ ખાતે યોજાઇ રહેલી વિન્ટર ઓલિમ્પિક્સના ચોથા દિવસે રશિયાની ૧૫ વર્ષીય ફિગર સ્કેટર એલિના ઝેગિટોવા છવાઇ હતી. ઝેગિટોવાને ભલે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હોય પણ તેણે તેના શાનદાર પ્રદર્શથી પ્રભાવ પાડયો હતો. વિન્ટર ઓલિમ્પિક્સની લેડિઝ ફ્રી ટીમ ઇવેન્ટ સાથે ઝેગિટોવાએ ઓલિમ્પિક્સમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં રશિયાને સિલ્વર જ્યારે કેનેડાને ગોલ્ડ અને અમેરિકાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ૨૦૦૨માં જન્મેલી ઝેગિટોવા હવે વિમેન્સ ઇન્ડિવિડયુઅલ ઇવેન્ટમાં પણ ભાગ લેવાની છે. ગત મહિને તેણે યુરોપિયન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. જોકે, વિન્ટર ઓલિમ્પિક્સમાં સૌથી નાની વયે મેડલ જીતવાનો રેકોર્ડ કોરિયાની કિમ યુનને નામે છે. તેણે માત્ર ૧૩ વર્ષ ૮૫ દિવસની ઉંમરે વિન્ટર ઓલિમ્પિક્સમાં મેડલ  જીત્યો હતો. સૌથી યુવા વયે વિન્ટર ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનો રેકોર્ડ લિયુ લુયાંગને નામે છે. ચીનની લુયાંગે ૧૯૮૮માં વિન્ટર ઓલિમ્પિક્સમાં ભાગ લીધો ત્યારે તેની ઉંમર ૧૧ વર્ષ ૨૫૬ દિવસ હતી. ઓલિમ્પિક્સની આયોજન સમિતિએ પુષ્ટિ કરી છે કે વિન્ટર ઓલિમ્પિક્સમાં ૧૭૭ નોરોવાયરસના કેસ નોંધાયા છે. અલબત્ત, કોઇ પણ એથ્લિટ કે તેમના પ્રતિનિધિ મંડળના સભ્ય વાયરસની ઝપેટમાં આવ્યા નથી. નોરોવાયરસથી વોમિટિંગ અને ડાયેરિયા થતો હોય છે. અત્યારસુધી નોંધાયેલા ૧૭૭ કેસમાંથી ૬૮ હવે વાયરસમાંથી સંપૂર્ણ મુક્ત થઇ ચૂક્યા છે. શુક્રવારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન વાયરસ વકર્યો હતો. વાયરસ પાણીથી વધારે ફેલાતો હોય છે

(4:55 pm IST)