ખેલ-જગત
News of Sunday, 13th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપ આજથી શરૂ

ઇનામી રકમમાં ૧૪ ટકા સુધીનો જંગી વધારો : ફેડરર, જોકોવિક અને નડાલ વચ્ચે પુરુષોના વર્ગમાં મુખ્ય સ્પર્ધા રહેશે : મહિલા વર્ગમાં હાલેપ ઉપર તમામની નજર

મેલબોર્ન, તા. ૧૩ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની આવતકાલથી શરૂઆત થઇ રહી છે. વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી રોજર ફેડરરે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રભુત્વ જમાવ્યુ છે. તેના પ્રભુત્વને તોડવા માટે સ્ટાર ખેલાડીઓ મેદાનમાં છે. જેમાં નોવાક જોકોવિક અને રાફેલ નડાલનો સમાવેશ થાય છે. બીજ બાજુ મહિલા વર્ગમાં આ વખતે કેરોલીન વોઝનિયાકીના પ્રભાવને તોડવા માટે અનેક ઉભરતી સ્ટાર પણ મેદાનમાં છે. આવતીકાલથી શરૂ થતી આ ગ્રાન્ડ સ્લેમમાં તમામ સ્ટાર ખેલાડી ઉતરી રહ્યા છે. ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા ૨૭મી જાન્યુઆરી સુધી ચાલનાર છે. ઓસ્ટ્રેલિયન ઓપનની આ ૧૦૭મી એડિશન છે. જ્યારે ઓપન એરાની તે ૫૧મી એડિશન છે. ફાઇલ સેટ ટાઇ બ્રેકરની સાથે ઓસ્ટ્રેલિયન ઓપન પ્રથમ વખત આ વખતે રમાઇ રહી છે. પુરૂષોની સિગલ્સ સ્પર્ધામાં ૧૦ મિનિટ માટે બ્રેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોજર ફેડરર અને વોઝનિયાકી તેમના તાજને જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. આ ટુર્નામેન્ટ હાર્ડ કોર્ટ પર રમાનાર છે.ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇનામી રકમની વાત કરવામાં આવે તો આ વખતે ગયા વખત કરતા રકમ વધારે છે. હાલમાં નોવાક જોકોવિકના ફોર્મને જોતા પુરૂષોના વર્ગમાં સ્પર્ધા વધારે રોમાંચક બની શકે છે. ૨૫ કોર્ટની સિરીઝમાં આ સ્પર્ધા રમાનાર છે. જેમાં ત્રણ મેન શો કોર્ટ રહેશે જેમાં રોડ લેવર, મેલબોર્ન એરેના અને માર્ગારેટ કોર્ટનો સમાવેશ થાય છે. મહિલાઓના વર્ગમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નવી ઉભરતી સ્ટાર ખેલાડી નવા નવા અપસેટ સર્જી રહી છે. જેમાં હેલેપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવી સ્ટારો કેટલાક અપસેટ સર્જી દેવા તૈયાર છે. ઇનામી રકમની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલનય ઓપનમાં સિગલ્સ વિજેતાને આ વખતે ૪૧૦૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં છેલ્લા વર્ષની સરખામણીમાં કુલ ઇનામી રકમમાં આ વખતે ૧૪ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ કુલ ઇનામી રકમ વધને ૬૨૫૦૦૦૦૦ ડોલર થઇ ગઇ છે.   ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇનામી રકમમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે. આ વર્ષે ૧૪ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ફાઈનલમાં પહોચનાર પુરુષ અને મહિલા ખેલાડીને ૨૦૫૦૦૦૦ ડોલર અને સેમિફાઇનલમાં પહોંચનાર ખેલાડીઓને ૯૨૦૦૦૦ ડોલર ઇનામ તરીકે આપવામાં આવશે. આવી જ રીતે ડબલ્સમાં વિજેતા બનનાર ૭૫૦૦૦૦ ડોલર આપવામાં આવશે.

ઇનામી રકમનું ચિત્ર....

મેલબોર્ન, તા. ૧૩ : ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ઇનામી રકમમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઇનામી રકમ નીચે મુજબ છે.

સિંગલ્સ ઇનામી રકમ

વિજેતા...................................... ૪૧૦૦૦૦૦ ડોલર

ફાઈનાલિસ્ટ.............................. ૨૦૫૦૦૦૦ ડોલર

સેમિફાઇનાલિસ્ટ........................... ૯૨૦૦૦૦ ડોલર

ક્વાર્ટર ફાઇનાલિસ્ટ...................... ૪૬૦૦૦૦ ડોલર

રાઉન્ડ ૧૬ વિજેતા....................... ૨૬૦૦૦૦ ડોલર

રાઉન્ડ ૩૨ વિજેતા....................... ૧૫૫૫૦૦ ડોલર

રાઉન્ડ ૬૪ વિજેતા....................... ૧૦૨૦૦૦ ડોલર

રાઉન્ડ ૧૨૮ વિજેતા....................... ૭૫૦૦૦ ડોલર

ડબલ્સ ઇનામી રકમ

વિજેતા........................................ ૭૫૦૦૦૦ ડોલર

ફાઈનાલિસ્ટ................................. ૩૭૫૦૦૦ ડોલર

સેમિફાઇનાલિસ્ટ........................... ૧૯૦૦૦૦ ડોલર

ક્વાર્ટર ફાઇનાલિસ્ટ...................... ૧૦૦૦૦૦ ડોલર

રાઉન્ડ ૧૬ વિજેતા......................... ૫૫૦૦૦ ડોલર

રાઉન્ડ ૩૨ વિજેતા......................... ૩૨૫૦૦ ડોલર

રાઉન્ડ ૬૪ વિજેતા......................... ૨૧૦૦૦ ડોલર

(4:31 pm IST)