ખેલ-જગત
News of Wednesday, 12th December 2018

હોકી વિશ્વ કપઃ ઈંગ્લેન્ડે અસપેટ સર્જયો:આર્જેન્ટીનાને 3-2થી હરાવી સેમિફાઇનલમાં પહોંચ્યું

15મીએ જર્મની અને બેલ્જીયમ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલમેચની વિજેતા ટીમ સામે મુકાબલો

ભુવનેશ્વરઃ હોકી વિશ્વ કપ પહેલા ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ નંબર-2 આર્જેન્ટીનાને રોમાંચક મુકાબલામાં 3-2થી હરાવી દીધું છે. કલિંગા સ્ટેડિયમમાં મળેલી જીતની સાથે ઈંગ્લેન્ડે ચોથી વખત અંતિમ-4મા જગ્યા બનાવી લીધી છે. સેમિ ફાઇનલમાં તેનો સામનો 15 ડિસેમ્બરે જર્મની અને બેલ્જિયમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચની વિજેતા ટીમ સામે થશે

પ્રથમ ક્વાર્ટરની શરૂઆત બાદ 11મી મિનિટમાં ઈંગ્લેન્ડને પ્રથમ પેનલ્ટી કોર્નર મળી પરંતુ તેમાં તે અસફળ રહી હતી. ત્યારબાદ ટીમને વધુ એક પેનલ્ટી કોર્નર હાસિલ થયો પરંતુ તેમાં પણ ટીમ અસફળ રહી હતી. જેના કારણે વર્લ્ડ નંબર-2 આર્જેન્ટીના લીડ મેળવતા ચુકી ગઈ હતી. બંન્ને ટીમ પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કરવામાં અસફળ રહી હતી. બીજા ક્વાર્ટરમાં આર્જેન્ટીનાને પ્રથ પેનલ્ટી કોર્નર મળ્યો જેમાં ટીમો કોઈ ભૂલ કરતા 1-0ની લીડ મેળવી લીધી હતી. ટીમ માટે ગોલ 17મી મિનિટે ગોંજાલો પેલાટે કર્યો હતો. ટૂર્નામેન્ટમાં ટીમ માટે તેનો પાંચમો ગોલ હતો.

વર્લ્ડ નંબર-7 ઈંગ્લેન્ડે બીજા ક્વાર્ટરના અંતિમ મિનિટોમાં ગોલ કરીને સ્કોર બરાબર કરી લીધો હતો. ટીમ માટે ફીલ્ડ ગોલ 27મી મિનિટમાં બૈરી મિડલટને કર્યો હતો. ટૂર્નામેન્ટમાં ટીમ માટે તેનો પ્રથમ ગોલ હતો. તેવામાં 1-1ની બરોબરી પર પ્રથમ હાફનું સમાપન થયું હતું

ત્રીજા ક્વાર્ટરની 40મી મિનિટમાં ઈંગ્લેન્ડે એકવાર ફરી પેનલ્ટી કોર્નર મળી પરંતુ ટીમ તેમાં ગોલ કરવામાં અસફળ રહી હતી. પરંતુ અંતિમ 45મી મિનિટમાં આર્જેન્ટીના નબળા ડિફેન્સનો ફાયદો ઉઠાવીને વિલ ક્લનાને ગોલ કરીને ઈંગ્લેન્ડને 2-1ની લીડ અપાવી દીધી હતી. આર્જેન્ટીનાએ ચોથા ક્વાર્ટરમાં આક્રમક રમત શરૂ કરી અને તેને 48મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળી હતી. જેમાં ટીમને અસફળતા હાથ લાગી હતી

આગામી મિનિટમાં એક વધુ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવતા આર્જેન્ટીનાએ સ્કોર 2-2થી બરોબર કરી લીધો હતો. પરંતુ ટીમની ખુશી વધુ સમય સુધી ચાલી. ઈંગ્લેન્ડ માટે 49મી મિનિટમાં હૈરી માર્ટિને ફીલ્ડ ગોલ કરીને પોતાની ટીમને આર્જેન્ટીના વિરુદ્ધ 3-2થી આગળ કરી દીધી હતી. લીડને અંતિમ મિનિટ સુધી જાળવી રાખતા ઈંગ્લેન્ડે 3-2થી જીત મેળવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો

(11:29 pm IST)