ખેલ-જગત
News of Tuesday, 12th November 2019

ટેણિયાએ ખલબલી મચાવી : ધડાધડ ફટકાર્યા શૉટ્સ: દિગ્ગજ ક્રિકેટર્સ પણ થયાં આ નાનકડા ક્રિકેટરના ફેન

 

સોશિયલ મીડિયા પર દિવસમાં કેટલાંક વીડિયો વાયરલ થતાં હોય છે પરંતુ હાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો ધૂમ મચાવી રહ્યો છે તે એક ટેણિયાનો છે જેણે ક્રિકેટ જગતમાં ખલબલી મચાલી દીધી છે. હકીકતમાં નાનકડો ક્રિકેટર ચડ્ડી પહેરીને ક્રિકેટ રમતો નજરે આવી રહ્યો છે અને જે પ્રકારે તે ધડાધડ શૉટ ફટકારી રહ્યો છે તેને જોઇને દિગગ્જ ક્રિકેટર્સ મોઢામાં આંગળા નાંખી ગયાં છે.

ટેણિયો એટલા જોરદાર શૉટસ ફટકારી રહ્યો છે કે તેના વખાણ કરતાં ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર માઇકલ જ્હોન વૉન પણ પોતાની જાતને રોકી શક્યા. તેમણે તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો તેના શૉટની તુલના સચિન તેંડુલકર સાથે કરી રહ્યાં છે.

(11:26 pm IST)