ટીમ ઈન્ડિયાની વુમન્સ ટીમે પાક.ને પછાડયુ
મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં સતત બીજો વિજય : હવે ૧૫મીએ આયરલેન્ડ સામે મુકાબલો
ગુપાના : ભારતની મહિલા ટીમે ટી-૨૦ વર્લ્ડકપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવી બીજો વિજય મેળવ્યો છે. માત્ર ૪૭ બોલમાં ૫૬ રન ફટકારનાર મિતાલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પાકિસ્તાને પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૩ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર બોલીંગ કરી હતી. ૧૩૪ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર મિતાલી રાજ ૪૭ બોલમાં ૫૬ રન બનાવી ટીમને ટીમને વિજયના દ્વાર નજીક લઈ ગઈ હતી. ભારતનો હવે ૧૫મી નવેમ્બરે આયરલેન્ડ સામે મુકાબલો રમાશે.
૧૦ રન પેનલ્ટીના
ટીમ ઈન્ડિયાને ૧૦ રન પેનલ્ટીના મળ્યા હતા. બેટીંગ દરમિયાન પાકિસ્તાની ટીમના ખેલાડી બે વખત પીચના ડેન્જર ઝોનમાં દોડી હતી. અમ્પાયરે ત્રણ વખત પાકિસ્તાની બેટધરોને ચેતવણી આપી હતી.