ખેલ-જગત
News of Friday, 12th October 2018

ભારતીય મૂળના વેસ્‍ટ ઇન્ડિઝના ક્રિકેટર દેવેન્‍દ્ર બિશુ નવરાત્રીમાં કરે છે ઉપવાસઃ વહેલા ઉઠીને પૂજા કરે છે અને ગાયત્રી મંત્ર સાંભળે છે

વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતના પ્રવાસે આવી છે. જેમાં તેઓ બે ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી રમશે. બંને ટેસ્ટમેચ હાર્યા બાદ હવે વનડે મેચ રમવા માટે ટીમ હૈદરાબાદ પહોંચી ગઈ છે. દરમિયાન ટીમના લેગ સ્પિનર દેવેન્દ્ર બિશુએ હોટલના રૂમન પસંદગીમાં કરી ખાસ ડિમાન્ડ..જાણો તેની પાછળનું કારણ

મેદાન પર જતા પહેલા ગાયત્રી મંત્ર સાંભળે છે

હોટલમાં રૂમ લેતા પહેલા બિશુ મંદિરને લગાવવા માટે સૂરજ કઈ દિશા તરફ છે. ટીમ મોટી રાત્રે પહોંચી પણ બીશુ બીજા દિવસે સવારે વહેલા ઉઠી પૂજા પ્રાર્થના કરી રહ્યો હતો. ભારતીય મૂળના બિશુએ કહ્યું હતું કે તે પોતાની ટીમના સાથીઓ કરતા વહેલા ઉઠી જાય છે. તે મેદાન પર જતા પહેલા સવારે પૂજા કરે છે અને ગાયત્રી મંત્ર સાંભળે છે.

નવરાત્રીમાં રાખે છે ઉપવાસ

સાત વર્ષમાં બિશુ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યો છે. બિશુએ કહ્યું હતું કે તે લોકો ભારત મૂળના છે અને ગુજરાતથી આવ્યા હતા. ઉપરાંત નવરાત્રીમાં મીટથી દૂર રહે છે અને ઉપવાસ રાખે છે. ઉપરાંત જન્માષ્ટમી, હનુમાન જયંતી અને ગુરુવારે પણ ઉપવાસ રાખે છે

(6:23 pm IST)