ખેલ-જગત
News of Friday, 12th October 2018

શાંઘાઈ માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં આ ખેલાડીઓએ મેળવ્યો પ્રવેશ

નવી દિલ્હી: વર્લ્ડ રેન્કિંગમાં ચોથું સ્થાન ધરાવતા આર્જેન્ટીનાના ૩૦ વર્ષીય ટેનિસ સ્ટાર પોટ્રોને ઈજાના કારણે ક્રોએશિયાના યુવા ખેલાડી કોરિક સામેની મેચ પડતી મુકવી પડી હતી. પોટ્રો ખસી ગયો ત્યારે કોરિક -૫થી પ્રથમ સેટ જીતી ચૂક્યો હતો. સાથે કોરિકે શાંઘાઈ માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છેનડાલની ગેરહાજરીમાં ટોપ સીડ ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપર સ્ટાર ફેડરરે સ્પેનના બૌતીસ્તા એગ્યુટને -, -, -૪ના સંઘર્ષ બાદ હરાવીને શાંઘાઈ માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફેડરરે સતત બીજા રાઉન્ડમાં ત્રણ સેટનો સંઘર્ષ ખેલ્યો હતો. હવે અંતિમ ચારમાં તેનો સામનો જાપાનના ઈન ફોર્મ ખેલાડી નિશિકોરી સામે થશે.ટોકિયો ઓપનમાં રનર્સઅપ બનેલા નિશિકોરીએ રાઉન્ડ ઓફ ૧૬માં અમેરિકાના સેમ ક્વેરી સામે - (-), -૪થી વિજય પ્રાપ્ત કર્યો હતો.વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમની ફાઈનલની રિ મેચ શાંઘાઈ માસ્ટર્સની ક્વાર્ટર ફાઈનલમાં રમવા જઈ રહી છે. જેમાં ચેમ્પિયન બનેલા સર્બિયન સ્ટાર યોકોવિચનો મુકાબલો સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે થશે. ઈન ફોર્મ સર્બિયન સ્ટાર યોકોવિચે તેની આગેકૂચ જારી રાખતાં -, -૦થી ઈટાલીના સેચીનાટોને પરાસ્ત કર્યો હતો. જ્યારે એન્ડરસને ગ્રીસના આશાસ્પદ ખેલાડી સીત્સીપાસને સીધા સેટોમાં -, - (-)થી હાર આપી હતીચોથો સીડ ધરાવતા જર્મનીના ઝ્વેરેવે ઓસ્ટ્રેલિયાના ડે મિનાર સામે -, -૪થી વિજય મેળવ્યો હતો. તે ચિલીના નિકોલસ જેરીને - (-), -૩થી હરાવનારા બ્રિટનના એડમંડ સામે ટકરાશે.

(5:34 pm IST)