ખેલ-જગત
News of Friday, 12th October 2018

એશિયન પેરા ગેમ્સમાં હાઈ જમ્પમાં ભારતે મારી બાજી.....

નવી દિલ્હી: એશિયન પેરા ગેમ્સમાં ગુરુવારે ભારતીય એથ્લીટ્સે હાઈ જમ્પમાં ક્લીન સ્વીપ કરતાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલ જીત્યાં હતા. હાઈ જમ્પની T૪૨/૬૩ કેટેગરીમાં ગત ચેમ્પિયન શરદકુમારે બે બે રેકોર્ડ બનાવતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે વરુણ ભાટીએ બીજા સ્થાને રહેતાં સિલ્વર અને થાંગાવેલુ મરિયપ્પને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. T૪૨/૬૩ કેટેગરીમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેમાં ખેલાડીના નીચેના અંગમાં ઉણપ હોય, પગની લંબાઈમાં ફેરફાર હોય અને નબળી સ્નાયુ શક્તિ હોય છે.૨૬ વર્ષીય શરદકુમારે એશિયન પેરા ગેમ્સનો રેકોર્ડ બનાવતાં .૯૦ મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર વરુણ ભાટીએ .૮૨ મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો અને રિયો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ થાંગાવેલુ મરિયપ્પને .૬૭ મીટરના જમ્પ સાથે બ્રોન્ઝ જીત્યો હતો. વરુણ ભાટીએ સિઝનનો પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.બિહારનો શરદ બે વર્ષનો હતો ત્યારે નકલી પોલિયોની રસી અપાતાં ડાબા પગમાં લકવો થયો હતો.

(5:33 pm IST)