ખેલ-જગત
News of Friday, 12th October 2018

ઉમેશ અને શાર્દુલ ટીમમાં : વિન્ડીઝે ટોસ જીતી દાવ લીધો : ૩૭/૧

હૈદ્રાબાદ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી બીજા ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. વિન્ડીઝે ટોસ જીતી દાવ લીધો છે. બીજા ટેસ્ટમાં ફાસ્ટબોલરો ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ક્રેગ બ્રેથવેટ અને કીરેન પોવેલ ઓપનીંગમાં આવ્યા હતા. શાર્દુલ ઠાકુર ૧.૪ ઓવર નાખી પેવેલીયનમાં પરત ફર્યો હતો. આજે સવારે અશ્વિને કેરોબીયનની પ્રથમ વિકેટ ખેરવી હતી. પોવેલ ૨૨ રન બનાવી આઉટ થયો હતો. જયારે ક્રેગ બ્રેથવેટ ૧૨ અને શાઈ હોપ ૬ રને દાવમાં છે. આ લખાય છે ત્યારે વિન્ડીઝની ટીમે ૧૫ ઓવરમાં ૧ વિકેટે ૪૦ રન બનાવ્યા છે.

ભારતીય ટીમ આ મુજબ છે. પૃથ્વી શો, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજીન્કીયા રહાણે, રીષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર.(૩૭.૫)

(11:38 am IST)