ખેલ-જગત
News of Thursday, 12th September 2019

ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને કોઇ ક્રિકેટર હરાવી શકશે નહીં : લસિથ મલિંગા

ધોનીએ વધુ 1 અથવા 2 વર્ષ ક્રિકેટ રમવું જોઈએ . છેલ્લા 10 વર્ષમાં તે વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર રહ્યો છે

 

શ્રીલંકા ક્રિકેટ ટીમના દિગ્ગજ ગણાતા ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝની પહેલી મેચ રમ્યા બાદ ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધું છે. પણ તે હવે વિદેશી ટી20 લીગમાં ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે

લસિથ મલિંગાએ એક ઇન્ટરવ્યુમાં તેને પુછવામાં આવ્યું હતું કે એવો ક્યો ખેલાડી કે જેને તે હરાવી શકતો નથી. ત્યારે તેણે  બીજો કોઇ નહીં પણ ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આપ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચમાં ધોનીએ લસિથ મલિંગાની ઓવરમાં છગ્ગો ફટકારીને ઇતિહાસ રચ્યો હતો અને ટીમ ઇન્ડિયાને 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતાડ્યો હતો અને શ્રીલંકાની આશાઓ પર પાણી ફેરવ્યું હતું.

લસિથ મલિંગાએ કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોનીએ વધુ 1 અથવા 2 વર્ષ ક્રિકેટ રમવું જોઈએ. છેલ્લા 10 વર્ષમાં તે વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર રહ્યો છે. મને નથી લાગતું કે ભવિષ્યમાં કોઈ તેમને હરાવી શકે. મલિંગાએ વધુમાં કહ્યું કે, તે યુવા ખેલાડીઓને સારી રીતે માર્ગદર્શન આપે છે અને મેચની સ્થિતિને ખૂબ સારી રીતે કેવી રીતે સંચાલિત કરવું તે જાણે છે.

(10:53 pm IST)